કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો સાથેની બેઠક પુરી થયા પછી કહ્યું કે કેટલાક મુદ્દા પાછલી અને આજની બેઠકમાં ઉઠાવવામાં આવ્યા છે. સરકારમાં અહંકારમાં નથી, ખેડૂતો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવામાં આવી રહી છે. ખેડૂતોની ચિંતા છે કે નવા કાયદાથી એપીએમસી ખતમ થઈ જશે.
આઝાદ કિસાન સંઘર્ષ સમિતિના હરજિંદર સિંહ ટાંડાએ કહ્યું કે વાર્તામાં ઘણી ઓછી પ્રગતિ થઈ છે. હાફ ટાઇમમાં એવું લાગી રહ્યું હતું કે આજની મિટિંગમાં કોઈ પરિણામ આવશે નહીં પણ અડધી બેઠક પછી લાગ્યું કે સરકાર પર આંદોલનનું દબાણ છે. વાર્તા અનુકુળ માહોલમાં આયોજિત કરવામાં આવી છે. ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે એમએસપી પર સંકેત આપ્યો છે. એવું લાગી રહ્યું છે કે એમએસપીને લઈને તેમનું વલણ યોગ્ય રહેશે. વાર્તામાં થોડી પ્રગતિ થઈ છે.