અલીગઢ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ સોમવારે એક કશ્મીરી વિદ્યાર્થીને ફેસબુક પર ઉરી હુમલા અંગે પોસ્ટ કરતા કાઢી મૂકવામાં આવ્યો છે. રવિવારે કશ્મીરના ઉરીમાં આતંકવાદીઓ કરેલી હુમલામાં 18 જવાનો શહીદ થયા છે.


યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે વાઈસ ચાંસલર લેફ્ટનંટ જનરલ ઝમીર ઉદ્દીન શાહે મુદ્દસર યુસુફને કોલેજમાંથી કાઢવાની કાર્યવાહી કરી હતી અને પોતે આ મામલે તપાસ કરી રહ્યું છે. આ પોસ્ટને ફેસબુક પરથી હટાવી લેવામાં આવી છે.

પ્રવક્તાએ જણાવ્યું કે લેફ્ટનંટ જનરલ શાહે કહ્યું હતું કે એએમયુમાં એવી કોઈ પણ ઘટનાને સાંખી લેવામાં નહિ આવે જે દેશ વિરોધી હોય.

અલીગઢથી ભાજપના લોકસભાના સાંસદ સતીશ કુમાર ગૌતમે પણ શાહને પત્ર લખીને આ મામલે કડક પગલા લેવા માટે જણાવ્યું હતું. મુદ્દસર યુસુફે રવિવારે પોતાની ફેસબુક પોસ્ટ માટે વાઈસ ચાંસેલરની માફી માગી હતી. યુસુફ કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યો હતો.