મુંબઈઃ મુસ્લિમ પરિવારને ફ્લેટ આપવાની ના પાડવા પર મુંબઈના વસઈમા હૈપ્પી જીવન નામની એક કો-ઓપરેટિવ રેસિડનેન્શિયલ સોસાયટીના 11 સભ્યો વિરૂદ્ધ એફઆઈઆર નોધાઈ છે. જેમાં સોસાયટીના 9 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે ધર્મના નામ પર સોસાયટીના સભ્યોએ એક વ્યક્તિને ઘર આપવાની ના પાડી દીધી છે. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યા હતા.


જે વ્યક્તિ ફ્લેટ ખરીદવા માગે છે તેનું નામ વિકાર અહેમદ છે.

વસાઈમાં માણિકપુર પોલિસ સ્ટેશનના એક પોલિસ અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને જામીન મળી ગયા છે. અધિકારીએ જણાવ્યું કે, તેના પર આઈપીસીની કલમ 295 (એ) (ધાર્મિક ભાવનાઓ ભડકાવવા) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.