નવી દિલ્હી: એનજીટીએ દિલ્હીમાં 10 વર્ષ જૂના તમામ ડીઝલ વાહનો પર પ્રતિબંધનો આદેશ જાહેર કર્યા છે. આ આદેશને તત્કાલિક રીતે લાગૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. NGTને RTOથી જૂની ડીઝલ ગાડીઓનું રજીસ્ટ્રેશન રદ્દ કરવા કહ્યું છે.


ઑલ ઈંડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસે અધ્યક્ષ ભીમ વાધવાએ કહ્યું, ‘એનજીટીના આદેશથી અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. એનસીઆરમાં પાંચ લાખ ડીઝલ ગાડીઓ ચાલે છે. એનજીટીના આ નિર્ણય પર ટ્રાંસપોર્ટ એસોસિએશનના દીપક સચદેવાએ એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, તે આદેશની વિરુદ્ધ છે અને તેના ઘણાં કારણો છે. દરેક 12 વર્ષ જૂની કારો પ્રદૂષણ ફેલાવી રહી છે, એવું નથી. તેમનું કહેવું છે કે, આ ગાડીઓને હટાવવા માટે જે નિર્ણય લેવાયો છે તેને વધુ સમય આપવો જોઈએ.

ગત વર્ષે ટ્રિબ્યૂનલે દિલ્હીમાં આ વ્હીકલ્સ પર એવું કહીને પ્રતિબંધ લગાવી દીધો હતો કે, રાજધાનીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે છે અને દિલ્હીના લોકોને તેનાથી છૂટકારો મળવો જોઈએ. તમને જણાવી દઈએ કે, 15 વર્ષ અથવા તેનાથી જૂના ડીઝલ વાહનો પર રાજધાનીમાં પહેલાથી જ પ્રતિબંધ છે.