નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. નવા કેસની સંખ્યા દરરોજ વધી રહી છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે કેંદ્રીય સાંસ્કૃતિક પર્યટન વિભાગ તરફથી તમામ કેંદ્રીય સંરક્ષિત ઐતિહાસિક સ્થળો બંધ કરવાનો આદેશ કર્યો છે, જેની દેખરેખ આર્કિલોજિટલ સર્વે ઓફ ઈન્ડિયા તરફથી કરવામાં આવે છે. કેંદ્રીય પર્યટન અને સાંસ્કૃતિક મંત્રાલયનો આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થશે જે આગામી 15 મે સુધી રહેશે. 


કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના મહામારીના વર્તમાન પ્રકોપને ધ્યાનમાં રાખતા સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલયે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત તમામ સ્મારકોને આગામી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.



કેંદ્ર સરકારના આ નિર્ણય બાદ એએસઆઈ (ભારતીય પુરાતત્વ વિભાગ) દ્વારા સંરક્ષિત દેશના તમામ ઐતિહાસિક સ્થળો અને મ્યુઝિયમો બંધ થઈ જશે. દેશના જાણીતા ઐતિહાસિક સ્થળોમાં તાજમહેલ,  આગરા કિલ્લો, સિંકંદરા, ફતેહપુર સીકરી, અત્માદૌલા જેવા  બીજા ઘણા સ્થળો સામેલ છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,00,739 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1038 લોકોના મોત થયા છે. જોકે 93,528 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 40 લાખ 74 હજાર 564


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 24 લાખ 29 હજાર 564


કુલ એક્ટિવ કેસ - 14 લાખ 71 હજાર 877


કુલ મોત - 1 લાખ 73 હજાર 121



11 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 44 લાખ 93 હજાર 238 ડોઝ આપવામાં આવ્યા છે.


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.