સર્વદળીય બેઠક પછી રાજનાથ સિંહે કહ્યું હતું કે, હુમલાથી દેશમાં આક્રોશ છે. રાજ્યના લોકો અમારી સાથે છે. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની નીતિ જારી છે. અમે બધા એક થીને જમ્મૂ-કશ્મીરમાં આતંકવાદને મૂળથી ઉખાડવા માટે કૃત સંકલ્પ છીએ.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તમામ પાર્ટીઓને પુલવામામાં થયેલા હુમલા અને સરકાર દ્વારા અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાઓની જાણકારી આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી મંત્રીમડળની સુરક્ષા મામલાની સમિતિની બેઠકમાં તમામ પક્ષોનો બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠક કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સવારે 11 વાગ્યે સંસદની લાઈબ્રેરીમાં થશે.
આ પહેલા નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે આ ઘટના વિશે તમામ પાર્ટીઓને જાણકારી આપવા માટે બેઠક બોલાવવામાં આવી છે જેથી સમગ્ર દેશ આ મુદ્દા પર એક સ્વરમાં વાત કરી શકે.