જયપુરઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. સીબીએસઈ અને આઈસીએસઈની બાકી રહેલી બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવ્યા બાદ હવે રાજસ્થાનમાં ગ્રેજ્યુએશન સ્તરની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગહલોતે અધિકારીઓની સાથે બેઠક બાદ આની જાહેરાત કરી હતી. તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.


દેશના અન્ય રાજ્યોની જેમ રાજસ્થાનમાં પણ સતત કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા છે. આ સ્થિતિમાં સ્કૂલ-કોલેજ નથી ખુલી રહ્યા, જેને લઈ રાજસ્થાન સરકારે આ ફેંસલો લીધો છે. શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સીએમ ગેહલોત આ ફેંસલો લીધો હતો.

જે અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટમાં લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. આ પરીક્ષાઓમાં સામેલ થનારા વિદ્યાર્થીઓને સીધો જ આગલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યનું માનવ સંસાધન મંત્રાલય માર્ક્સની પ્રક્રિયા નક્કી કરશે.


રાજસ્થાનમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 19,532 મામલા સામે આવી ચુક્યા છે. જેમાંથી 447ના મોત થયા છે, જ્યારે 3445 એક્ટિવ કેસ છે. રાજ્યનો રિકવરી રેટ 75 ટકા છે અને 15,640 દર્દી ઠીક થઈ ગયા છે.

દેશના કયા કયા રાજ્યોમાં રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે

કોરોના અપડેટઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી વધારે કેસ, 613 લોકોના મોત