Corona new variant: દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2 વધુ સંક્રામક હોઇ શકે છે. આ વેરિયન્ટ પર થયેલા અધ્યયન બાદ વૈજ્ઞાનિકોએ આ પ્રકારનો દાવો કર્યો છે. રિસર્ચ મુજબ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2 સુરક્ષા ચક્રને પણ માત આપી શકે છે એટલે કે કોવિડની વેક્સિન પણ તેની સામે બેઅસર થઇ શકે છે.


થોડા દિવસ પહેલા સાઉથ આફ્રિકાના રિસર્ચર્સએ કોવિડના નવા વાયરસ વિશે એક ચેતાવણી આપી હતી,.  જો કે હજું આ વાયરલને ગ્રીક અલ્ફાબેટસના આધારે કોઇ નામ નથી આપવામાં આવ્યું.  જો કે જેનિટિકલી આ બીટા પરિવારનો જ હિસ્સો લાગે છે.  મેમાં લીધેલા કેટલાક સેમ્પલમાં સી-1.2  મળ્યું હતું.  જો કે જુલાઇમાં  સાઉથ આફ્રિકામાં  જેટલા કેસ સામે આવ્યાં. જેમાં લગભગ 2 ટકા કેસ આ વેરિયન્ટના હતા. આ સ્ટ્રેનને લઇને એકસ્પર્ટ શું કહે છે, ભારત માટે કેમ છે, ચિંતાજનક, જાણો


ભારતીય વૈજ્ઞાનિકોએ શું –શું કરવું જોઇએ?
CSIR ઇન્સ્ટીડ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ એન્ટીગ્રેટિવ બાયોલોજી (દિલ્લી)ના  ડો રાજેશ પંડ્યાએ કહ્યું કે, “આપણે  હજુ વેકિનેટ અને નોન વેક્સિનેટ બંને  રીતના લોકોમાં એન્ટીબોડી ન્યુટ્રલાઇજેશન પર  આ વેરિયન્ટની અસરનું મુલ્યાંકન કરી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકી વૈજ્ઞાનિકોએ   જે એલર્ટ  કર્યું છે. તે જિનોમિક સિક્વેસિંગમાં લાગેલા વૈજ્ઞાનિક/ડોક્ટર્સને ગંભીરતાથી લેવી જોઇએ. આપણા અહીંના સેમ્પ્લસમાં  સી 1.2 પર નજર રાખવાની જરૂર છે.  જો કોઇ ટ્રેન્ડ જોવા મળે  તો કોવિડ રણનિતીને  સખત કરવાની જરૂર પડશે.


C 1.2 કોરોના વેરિયન્ટના લક્ષણો શું છે?
શોધકર્તાનું કહેવું છે કે, હજું આ નવો વેરિયન્ટ છે. તેથી તેના વિષે જાણવા માટે વધુ અધ્યયની જરૂર છે. તેથી હજું એ સ્પષ્ટ ન કહી શકાય કે, આ વેરિયન્ટથી સંક્રમિત લોકોમાં ક્યાં લક્ષણો જોવા મળે છે. જો કે અત્યાર સુધી કોરોનાના નવા વેરિયન્ટ C .1.2 પર થયેલા અભ્યાસ પરથી એટલું કહી શકાય કે, નાકમાંથી ચીકણું પ્રવાહી નીકળવું,. સતત ઉધરસ આવવી, ગળામાં દુખાવો થવો, ગંધ અને સ્વાદની કમી, તાવ, માંસપેશીઓમાં દુખાવો,આંખના રંગમાં બદલાવ.આ સાથે ડાયરિયાની પણ સમસ્યા થઇ શકે છે. કોરોનાનો નવો વેરિયન્ટ સી-1.2 ફેફસાને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેના પર અભ્યાસ કરવો હજુ બાકી છે.