એક વીડિયો શેર કરી અમર સિંહે કહ્યું, 'છેલ્લા દસ વર્ષથી હું બચ્ચન પરિવારથી ન માત્ર અલગ રહ્યો પરંતુ એ પણ કોશિશ કરી કે તેમના દિલમાં મારા માટે નફરત થાય. પરંતુ આજે ફરી અમિતાભ બચ્ચને મારા પિતાજીને યાદ કર્યા તો મને એવું લાગ્યું કે આજ સિંગાપુરમાં દસ વર્ષ પહેલા એક બીમારીને લઈને હું અને અમિતજી આશરે બે મહિના સુધી સાથે રહ્યા અને ત્યારબાદ મારો અને તેમનો સાથ છુટી ગયો. પરંતુ દસ વર્ષ પસાર થવા છતાં તેમનામાં કોઈ ફેરફાર નથી આવ્યો અને તેઓ સતત અનેક પ્રસંગોમાં જેમકે મારા જન્મદિવસ હોય, મારા પિતાજીના સ્વર્ગવાસ દિવસ હોય તેઓ દરેક દિવસને યાદ કરી પોતાના કર્તવ્યોને યાદ કરતા રહ્યા છે.'
અમર સિંહે આગળ કહ્યું, 'મને લાગે છે કે મે કારણ વગર ખોટી દુશ્મની બતાવી છે. 60ની ઉપર જીવની સંધ્યા હોય છે અને ફરી એક વાર હુ જિંદગી અને મોતના પડકાર વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. મને લાગે છે કે સાર્વજનિક રૂપથી મારે અમિતાભ બચ્ચન પ્રત્યે નરમ વલણ રાખવું જોઈતું હતું, કારણ કે તેઓ મારી કરતા ઉંમરમાં મોટા છે. અને જે શબ્દો મે તેમના વિશે બોલ્યા છે તેને લઈને મારી માફી પણ માંગવી જોઈએ.'