અમર સિંહે કટાક્ષ કરતા કહ્યું કે તેમના ઘણા શુભેચ્છકો જે તેમને મૃત જોવા માંગે છે. તેઓ જીવે છે, અને સર્જરીની રાહ જોઈ રહ્યા છે. હોસ્પિટલમાંથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં અમર સિંહે કહ્યું છે આ પહેલાની સમસ્યાઓની વાત કરવામાં આવે તો આ કંઈ નથી.
તેમણે કહ્યું એક વખત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને આશા છે કે તેઓ જલ્દી ભારત પરત ફરશે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં એ પ્રકારના રિપોર્ટ્સ આવ્યા હતા કે પૂર્વ સમાજવાદી પાર્ટીના નેતા હવે નથી રહ્યા.
આ પહેલા અમર સિંહ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે અચાનક અમિતાભ બચ્ચનની માફી માંગી હતી. અમર સિંહનું આ ટ્વિટ ખૂબ વાયરલ થયું હતું.
અમર સિંહે કહ્યું હતું કે 'મને લાગે છે કે મે કારણ વગર ખોટી દુશ્મની બતાવી છે. 60ની ઉપર જીવની સંધ્યા હોય છે અને ફરી એક વાર હુ જિંદગી અને મોતના પડકાર વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. મને લાગે છે કે સાર્વજનિક રૂપથી મારે અમિતાભ બચ્ચન પ્રત્યે નરમ વલણ રાખવું જોઈતું હતું, કારણ કે તેઓ મારી કરતા ઉંમરમાં મોટા છે. અને જે શબ્દો મે તેમના વિશે બોલ્યા છે તેને લઈને મારી માફી પણ માંગવી જોઈએ.'