પંજાબના મુખ્યમંત્રી પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દિધુ છે. થોડીવારમાં કેપ્ટન અમરિંદર સિંહ પત્રકાર પરિષદને સંબોધન કરશે. સૂત્રોની જાણકારી અનુસાર કૉંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટનને રાજીનામું આપવા કહ્યું હતું.   Punjab CM Captain Amarinder Singh submits resignation to Governor Banwarilal Purohit, at Raj Bhavan in Chandigarh. pic.twitter.com/qIlYcr71L7 &mdash ANI (@ANI) September 18, 2021 મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા સાથે સમગ્ર મંત્રીમંડળનું પણ રાજીનામું રાજ્યપાલને સોંપી દીધા છે. કેપ્ટન અમરિંદરે રાજીનામું આપ્યા પછી મીડિયા સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું કે જેમના પર વિશ્વાસ હોય તેને કૉંગ્રેસ અધ્યક્ષા મુખ્યમંત્રી બનાવે. સરકાર ચલાવવાને લઈને મારા પર સંદેહ કરવામાં આવ્યો. મારુ અપમાન કરવામાં આવ્યું. હુ હાલ કૉંગ્રેસ પાર્ટીમાં છું. સવારે મે કૉંગ્રેસ અધ્યક્ષા સાથે વાત કરી રાજીનામા અંગે જાણકારી આપી હતી. મારા રસ્તાઓ ખુલ્લા છે, તમામ વિકલ્પો પર વિચાર કરીશ. સમર્થકો સાથે વાતચીત કરી આગળનો નિર્ણય કરીશ. 60 ધારાસભ્યોએ કોગ્રેસ છોડવાની ધમકી આપી હતી. તેઓએ અમરિંદર સિંહને હટાવવાની માંગ કરી હતી. આ ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની ધમકી આપી હતી. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે.  સૂત્રોના મતે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહએ સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્ધારા તેઓને વિશ્વાસમાં લીધા વિના કોગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવા પર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો આવી જ રીતે તેઓને નજરઅંદાજ કરવામાં આવશે તો તેઓને મુખ્યમંત્રી પદ પર રહેવામાં કોઇ ઇચ્છા નથી.     સૂત્રોના મતે નારાજ ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ અથવા સુનીલ જાખડનું નામ આગામી ધારાસભ્ય દળ નેતાના રૂપમાં આગળ કરી શકે છે.  પંજાબ કોગ્રેસના પ્રભારી હરીશ રાવત ધારાસભ્યોની બેઠકમાં સામેલ રહી શકે છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધીને મળ્યા બાદ શુક્રવારે મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય દળની બેઠક અંગે માહિતી આપી છે. આજની બેઠકમાં અજય માકન અને હરીશ ચૌધરી કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠક બાદ રિપોર્ટ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે.