કોરોનાથી સાજા થયા બાદ બ્લેક, વ્હાઇટ, યેલો ફંગસે ચિંતા વધારી હતી. હવે પોસ્ટ કોવિડના દર્દીમાં એક અન્ય બીમારી જોવા મળી રહી છે. ગંભીર કરી સંક્રમિત દર્દીઓમાં આ બીમારી જોવા મળી રહી છે. કોવિડથી સાજા થયેલા 5 દર્દીમાં  ગોલ બ્લેન્ડરમાં ગેંગ્રીનનું નિદાન થતાં તબીબોની ચિંતા પણ વધી છે. 


દિલ્લી હોસ્પિટલના સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર્સનું કહેવું છે. આવા 5 કેસ માત્ર ભારતમાં જ નોંધાયા છે. જેને ચિંતા વધારી છે. રિપોર્ટસ મુજબ કોરોનાથી સાજા થયા બાદ 5 દર્દીમાં પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા જોવા મળી હતી.તેમનું સિટી સ્કેન કરતા પિત્તની થેલીમાં ગેંગરીનું નિદાન થયું છે. આ પાંચેય દર્દી કોવિડના દર્દી હતા કોવિડની રિકવરી બાદ આ બીમારી જોવા મળી.  5 દર્દીના ઓપરેશન બાદ તેમની જિંદગી બચાવી શકાય. 


શું હોય છે ગૈંગ્રીન
ગૈંગ્રીન ખૂબ જ ગંભીર અને ઘાતક બીમારી છે. આ બીમારી ત્યારે જ થાય છે જ્યારે શરીરના ટિશ્યુ એટલે કે ઉતક નષ્ટ થઇ જાય છે. આ સમસ્યા કોઇ ઇજા થવાથી કે સંક્રમણ થવાની સ્થિતિમાં થઇ શકે છે. દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલના તબીબ મુજબ  આ પાંચેય દર્દીમાં ગૈગ્રીનનું નિદાન થયું હતું. તેમાંથી 4 દર્દીની તો પિતની થેલી ફાટી ગઇ હતી. જેની તાત્કાલિક સર્જરી કરવી પડી. 


કેટલી ગંભીર બીમારી છે ગૈગ્રીન?
ગૈગ્રીનનો જો સમયસર ઇલાજ ન થાય તો ઘાતક છે. આ બીમારીની ગંભીરતાના અંદાજ તે પરથી લગાવી શકાય કે જે ભાગમાં ગેંગ્રીન થયું હોય તે ભાગ કાલો થઇ જાય છે. ધીરે ધીરે તે અંગ ગળવા માંડે છે. ડોક્ટરના જણાવ્યાં મુજબ આ બીમારીનો ઇલાજ સર્જરી છે. જે ભાગમાં ગેગ્રીન થયું હોય તે હિસ્સાના કાપી નાખવો જ તેનો ઉત્તમ ઇલાજ છે. જેનાથી તેને આગળ નુકસાન કરતું અટકાવી શકાય. 


આ લક્ષણોને ન કરો નજર અંદાજ 
હેલ્થ એક્સ્પર્ટના મત મુજબ જો લાંબા સમય સુઘી પેટમાં દુખાવો, વોમિટિગની સમસ્યા હોય તો આ ગેગ્રીન પણ હોઇ શકે છે. આ સ્થિતિમાં વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. સામાન્ય રીતે આ બીમારી ડાયાબિટીશના દર્દી, એચઆઇવી સંક્રમણ, વેસ્ક્યુલર ડીસીઝ, સેપ્સિસના દર્દી અને લાંબા સમય સુધી ભૂખ્યા રહેનાર લોકોમાં જોવા મળી શકે છે. આવા લોકોને વધુ સતર્ક રહેવાની જરૂર છે.