નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ચાલુ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અમરનાથ યાત્રા બોર્ડની બેઠક મળી હતી. જેમાં તમામ બોર્ડ મેમ્બરે યાત્રા ન થવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ અમરનાથ યાત્રાને લઈને આજે બેઠક બોલાવી હતી.
લાંબી ચર્ચા બાદ સર્વસમ્મતિથી અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ શ્રી અમનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ પણ છે.
અમરનાથ યાત્રા રદ્દ કરવાનું મોટું કારણ કોરોના વાયરસનાસતત વધી રહેલા કેસ છે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 14650 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 254 લોકોના મોત થયા છે. 8274 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે અને 6122 દર્દીઓની સારવાર ચાલી રહી છે.