નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે, રાજધાની દિલ્હીમાં પણ કોરોના ખુબ ઝડપથી વધી રહ્યો છે. આ બધાની વચ્ચેચ દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં દિલ્હીવાસીઓને મોટી રાહત મળી છે.


કેજરીવાલ સરકારે રેશનની ડૉર ડૉર સ્ટેપ ડિલીવરી યોજનાને મંજૂરી આપી દીધી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આ યોજનાને મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના નામ આપ્યુ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડિજીટલ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વાતની માહિતી આપી છે. તેમનુ કહેવુ છે કે આ યોજના અંતર્ગત દિલ્હીવાસીઓના ઘરે ઘરે અનાજ પહોંચાડવામાં આવશે. જેનાથી હવે લોકો ઘરે બેઠા બેઠા જ મેળવી શકશે. તેમને અનાજની દુકાન પર જવાની કોઇ જરૂર નહીં પડે.



મુખ્યમંત્રનું કહેવુ છે કે આનાથી કોરોના મોટાભાગે નિયંત્રણમાં આવી શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આને લઇને સોશ્યલ મીડિયા પર જાણકારી આપી છે. તેમને ટ્વીટ કરતા લખ્યું- આજે કેબિનેટે મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના પાસ કરી દીધી છે. આના લાગુ થયા બાદ લોકોના ઘરે રેશન મોકલવામા આવશે. તેમને અનાજની દુકાન પર નહીં આવવુ પડે. આ બહુજ ક્રાંતિકારી પગલુ છે. વર્ષોથી અમારુ સપનુ હતુ કે ગરીબને ઇજ્જતથી અનાજ-રેશન મળે, આજે તે સપનુ પુરુ થયુ છે.