પાયલટની અરજી પર 24 જુલાઈએ આવશે હાઈકોર્ટનો નિર્ણય, ત્યાં સુધી સ્પીકર નહી કરી શકે કાર્યવાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jul 2020 04:10 PM (IST)
રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ અને 18 અન્ય ધારાસભ્યોની અરજી પર રાજસ્થાન હાઈકોર્ટ 24 જુલાઈએ ચૂકાદો આપશે.
NEXT PREV
રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ અને 18 અન્ય ધારાસભ્યોની અરજી પર રાજસ્થાન હાઈકોર્ટ 24 જુલાઈએ ચૂકાદો આપશે. ત્યાં સુધી પાયલટ જૂથને થોડી રાહત મળશે. વિધાનસભાના અધ્યક્ષના વકીલે જણાવ્યું, રાજસ્થાન હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષને અયોગ્યતા નોટીસ પર કાર્યવાહી શુક્રવાર સુધી ટાળવાનો અનુરોધ કર્યો છે. અરજીમાં પાયલટ અને 18 ધારાસભ્યોને રાજ્ય વિધાનસભા અધ્યક્ષ તરફથી અયોગ્ય કરવા સંબંધી નોટીસ જાહેર કરવાને પડકારવામાં આવી છે. આ અરજી પર મુખ્ય ન્યાયધીશ ન્યાયમૂર્તિ ઈંદ્રજીત મહંતી અને ન્યાયમૂર્તિ પ્રકાશ ગુપ્તાએ શુક્રવારે સુનાવણી શરૂ કરી અને દલીલો સોમવાર સુધી સાંભળવામાં આવી. આ કેસમાં આજે સવારે 10.30 વાગ્યે ફરી સુનાવણી શરૂ થઈ હતી. પાયલટ અને કૉંગ્રેસના અન્ય બાગી ધારાસભ્યો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ અરજીકર્તાઓના પક્ષમાં દલીલો પૂરી કરી હતી. બાગી ધારાસભ્યોએ કૉંગ્રેસ પ્રદેશમાં ચાલી રહેલા કલેહ વચ્ચે શુક્રવારે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને હટાવવામાં આવેલા ઉપ મુખ્યમંત્રી પાયલટ વચ્ચે સત્તાને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે.