નવી દિલ્હીઃ નવા નાણાંકીય વર્ષમાં કેટલીક વસ્તુઓના ભાવ વધી ગયા છે તો વળી કેટલીક જરૂરી વપરાશની વસ્તુઓના ભાવ ઘટ્યા પણ છે. આમાં 1 એપ્રિલ 2021-22થી એટલે કે નાણાંકીય વર્ષના પહેલાજ દિવસે એલપીજી (LPG) ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલો એલપીજી ગેસ સિલિન્ડરની (lpg gas cylinder) કિંમત ઘટીને 809 રૂપિયા થઇ ગઇ છે.
પરંતુ જો તમને આટલો મોંઘો ગેસ સિલિન્ડર સસ્તી કિંમતે મળી રહ્યો હોય તો કેવુ સારુ? જી, હા,... તમે આ સિલિન્ડર સસ્તામાં ખરીદી શકો છો. ખરેખરમાં પેટીએમ પોતાના કસ્ટમરને ઘરેલુ ગેસ સિલિન્ડર ખરીદવા માટે બમ્પર ઓફર (Amazing paytm cashback) રજૂ કરી રહ્યુ છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળી શકે છે. જાણો કઇ રીતે......
પેટીએમની (paytm cashback offer) શાનદાર ઓફર.....
ખરેખરમાં, પેટીએમે એક ખાસ કેશબેક ઓફર શરૂ કરી છે. આ કેશબેક ઓફર અંતર્ગત જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર (lpg gas cylinder) બુક કરે છે, તો તેને 800 રૂપિયા સુધીનુ જોરદાર કેશબેક મળી રહ્યું છે. ખાસ વાત છે કે પેટીએમની આ ઓફર 30 એપ્રિલ 2021 સુધીની છે, એટલે કે તમે આખા મહિના દરમિયાન સસ્તામાં એલપીજી ગેસ સિલિન્ડર ખરીદી શકો છો.
આ રીતે બુક કરાવો સિલિન્ડર (lpg gas cylinder) અને મેળવો જોરદાર કેશબેક....
પહેલા તમારે તમારા મોબાઇલ ફોનમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
આ પછી, તમારી ગેસ એજન્સી સાથે સિલિન્ડર બુકિંગ કરવું પડશે.
આ માટે, પેટીએમ એપ્લિકેશનમાં વધુ બતાવો પર જાઓ અને ક્લિક કરો.
હવે રિચાર્જ અને Pay Bills પર ક્લિક કરો.
આ પછી, તમે book a cylinderનો વિકલ્પ જોશો.
અહીં જઈને, તમારા ગેસ પ્રદાતાને પસંદ કરો.
બુકિંગ કરતા પહેલા, તમારે FIRSTLPG નો પ્રોમો કોડ દાખલ કરવો પડશે.
બુકિંગના 24 કલાકમાં તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળશે.
આ સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ 7 દિવસની અંદર કરવો પડશે.