નવી દિલ્લી: PoKમાં ભારતીય સર્જિકલ સ્ટ્રાઈકને અમેરિકાએ એકદમ સાચી ઠેરવી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ રાહુલ વર્માએ ઉરી હુમલા પછી આપેલા પહેલા ઈંટરવ્યૂમાં કહ્યું છે કે પાકિસ્તાનને આપવામાં આવતી સેના સહાયતામાં 73 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.


એક અંગ્રેજી અખબારને આપેલા ઈંટરવ્યૂમાં વર્માએ કહ્યું કે ઉરીમાં થયેલા આતંકી હુમલા પછી અમેરિકા અને ભારતની વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. વર્મા ઉરી આતંકી હુમલા સમયે અમેરિકામાં હતા, પરંતુ તે પોતાનો પ્રવાસ વચ્ચે છોડીને ભારત પાછા ફર્યા હતા. તેમને જણાવ્યું કે, ઉરી હુમલા પછી બન્ને દેશોના NSA સતત એક-બીજાના સંપર્કમાં છે.

વર્માએ જણાવ્યું કે સીમા પારથી આતંકવાદને રોકવા માટે અમેરિકી ગુપ્તચર એંજસીઓએ ભારતને દરેક પ્રકારની મદદ કરવાની ઑફર કરી છે. તેમને કહ્યું કે, આતંકવાદને રોકવા માટે ભારત-અમેરિકાના સંપર્કમાં રહેવું જરૂરી છે.

રિચર્ડ વર્માથી જ્યારે પુછવામાં આવ્યું કે શું સર્જિકલ સ્ટ્રાઈક વિશે અમેરિકાને પહેલાથી જાણકારી હતી? તો તેના જવાબમાં કહ્યું કે જે દિવસે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, તેના એક દિવસ પહેલા ભારતે એનએસએ અજીત ડોભાલે અમેરિકાના એનએસએ સુસૈન રાઈસ સાથે ફોન પર વાત કરી હતી. પરંતુ તેમની વચ્ચે શું વાતચીત થઈ તેના વિશે વર્માએ કોઈ જાણકારી આપી નહોતી. તેના પછી વર્માએ કહ્યું કે અમે સમજીએ છીએ કે ભારતે જે એક્શન લીધું છે જેને પોતાની સુરક્ષા માટે બરોબર લાગ્યું છે.