નવી દિલ્લીઃ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવાર એક વાર ફરી વિવાદોમાં આવી ગયા છે. મંગળવારે સોલાપુર જિલ્લામાં થયેલી સભામાં પવારે કહ્યું કે, પહેલા 50-50 લાખમાં ધારાસભ્યો પાર્ટી બદલી લેતા હતા. પરંતુ હવે કૉર્પોરેટર પણ આટલા પૈસામાં હલતા નથી.


પવારે બઠકમાં રાજ્યની વિલાસરાવ દેશમુખ સરકારનો સમય યાદ અપવી હતી. તેમના ધારસભ્યોના વેચાણ રોકવા માટે તેમને બેંગ્લોર મોકલવા પડ્યા હતા. પવારે કહ્યું કે, 'ધારસભ્યોના વેચાણ અને પાર્ટી બદલવાના ડરથી વિલાસરાવ દેશમુખ હતોત્સાહી થઇ ગયા હતા.