જોશી મઠ: ભારતીય વાયુસેનાનુ એમઆઈ-17 વી5 બુધવારે ભારત-ચીન સરહદ નજીક માના પાસની ઘસ્તોલીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં તમામ પાયલોટ સભ્યો સુરક્ષિત બચાવ થયો છે.


સૂત્રો અનુસાર, આ ઘટના આજે સવારે 9.30 વાગે બની હતી. લેંડિંગ દરમિયાન હેલીકૉપ્ટરનો પાછલો પંખો તૂટી જવાથી આ દુર્ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, હેલીકૉપ્ટરમાં 20 સૈનિકો સવાર હતા. અને આ ઘટના સેનાના જવાનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. હાલ ઘટના કેવી રીતે તેની બની તેની તપાસ કરવામાં આવી રહી છે.