નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પો પર બૉમ્બમારો કરીને જબરદસ્ત કાર્યવાહી કરી, આ એરસ્ટ્રાઇક પર અમેરિકાએ હવે મોટી પ્રતિક્રિયા આપી છે.


પાકિસ્તાનમાં ઓપરેશન પર ભારતને અમેરિકાનો સાથ મળ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદને ખતમ કરવાની ચેતાવણી આપી દીધી છે. સાથે જ પાકિસ્તાનને સૈન્ય કાર્યવાહી ના કરવા પણ કહ્યું છે.



અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું કે, ''મેં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સાથે વાત કરી અને તેમને કોઇપણ જાતની સૈન્ય કાર્યવાહી ના કરવા કહ્યું, તેમને વર્તમાન તનાવને ઓછુ કરવાની પ્રાથમિકતા પર ધ્યાન આપવા કહ્યુ છે. મેં બન્ને દેશોને સીધી વાતચીત કરવાની સલાહ આપી છે. સાથે પાકિસ્તાનને તેમની જમીન પર ચાલી રહેલા આતંકી કેમ્પો પર કાર્યવાહી કરવાનું કહ્યુ છે.''


નોંધનીય છે કે, મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પીઓકે સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર બૉમ્બમારો કર્યો હતો. જેમાં 350થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

વાંચો સેનાની સર્જીકલ સ્ટ્રાઇક બાદ રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું- સોગંધ મુજે ઇસ મિટ્ટી કી, મેં દેશ નહીં મિટને દૂંગા



ભારતને સરપ્રાઇઝ આપવા પાકિસ્તાને ચીમકી ઉચ્ચારી હતી


વાયુસેનાની એરસ્ટ્રાઇકથી ચીનના પેટમાં તેલ રેડાયુ હતુ