નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સે અંતે પુલવામામાં જવાનોની શહીદીનો બદલો લઈ જ લીધો. મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે 12 લડાકૂ વિમાનોથી બોમ્બ બ્લાસ્ટ કરીને જૈશના ઠેકાણાઓને તોડી પાડ્યા છે. ભારતે જ્યાં હુમલો કર્યો છે ત્યાંની અમુક તસવીરો સામે આવી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે જૈશ-એ-મોહમ્મદનો આ ટ્રેનિંગ કેમ્પ હતો.




પાકિસ્તાન ભારતની આ કાર્યવાહીથી ગભરાઈ ગયું છે. બાલાકોટ વિસ્તારને પાકિસ્તાની સેનાએ સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. પાકિસ્તાન હાલના સમયમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવાનો નાશ કરવામાં લાગી ગયું છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને વિદેશી મીડિયાને આમંત્રણ આપ્યું છે કે, તે આ વિસ્તારમાં આવી શકે છે, જ્યાં ભારત એક્શન કરવાનો દાવો કરી રહ્યું છે.



પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હીના રબ્બાની ખારે પોતાના જ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતે જે સ્ટારઈક કરી છે, તેનાથી પાકિસ્તાનમાં ઈમરજન્સીની પરિસ્થિતિ છે. તેમણે કહ્યું, સરકારે તુરંત સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ.