નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના સરહદ પાર ઓપરેશન બાદ ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની સેના LoC પર ગોળીબાર કરી રહી છે જેના જવાબમાં ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે. જવાબી કાર્યવાહીમાં ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાનની 5 ચોકીઓને ધ્વસ્ત કરી દીધી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના કેટલાંય સૈનિકો ઘાયલ થયા છે.



વહેલી સવારથી જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રહેણાંક મકાનમાં 2-3 આતંકીઓ છુપાયા છે. હાલ સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલુ છે. બંને બાજુથી ફાયરિંગ ચાલુ છે અને ઈન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે. સેના, સીઆરપીએફ અને એસઓજીનું ઓપરેશન ચાલુ છે. જેમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

એક રક્ષા અધિકારીએ કહ્યું હતું કે, ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અંદાજે પાંચ ચોકીઓને ગંભીર નુકસાન થયું છે. પાકિસ્તાની સેનાને સામાન્ય નાગરિકોના ઘરોમાંથી મોર્ટાર અને મિસાઇલ છોડતા દેખાયા છે. રાજૌરી અને પૂંછ જિલ્લામાં પણ પાકિસ્તાનીઓને નુકસાન પહોંચ્યું છે. હુમલા માટે પાકિસ્તાની સેના સામાન્ય નાગરિકોને માનવ કવચ તરીકે ઉપયોગ કરી રહી છે.


આ બધાંની વચ્ચે સરહદ પર આવેલા વિસ્તારોમાં રહેવાસી લોકોના ઘરોમાંથી મોર્ટાર અને મિસાઈલ છોડતા જોવા મળી રહ્યા છે. પીઆરઓના કહેવા પ્રમાણે, ભારતીય સેનાએ સામાન્ય નાગરિકોની વસતિથી અલગ પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી હતી. તેના લીધે મોટી સંખ્યામાં પાકિસ્તાન સૈનિકો ગભરાયા છે. બંને બાજુથી ગોળીબારમાં ભારતીય સેનાના પાંચ સૈનિકોને નજીવી ઈજા પહોંચી છે. તેમાંથી બેને સારવાર માટે સેનાની હોસ્પિટલમાં લઇ જવાયા છે.