Amid Coal Crisis: ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ચાલી રહેલા વિજળી સંકટ પર બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોલસા મંત્રી, ઉર્જા મંત્રી અને રેલ્વે મંત્રી પણ હાજર છે. આ બેઠક ગૃહમંત્રી અમિત શાહના ઘરે થઈ રહી છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાજ્યોમાં કોલસો નથી મળી રહ્યો, જેના કારણે વીજળી સંકટ ઉભું થઈ રહ્યું હોવાનું જણાવ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે આ બેઠક બોલાવી હતી.


આ બેઠકમાં કોલસાના પરિવહનને લઈને ચર્ચામાં કરવામાં આવી છે. કોલસાના પુરવઠામાં વિક્ષેપ ન પડે અને વીજળી ઉત્પાદન પ્લાન્ટ સુધી સમયસર પહોંચે અને પુરતા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થાય તે અંગે વિચાર-મંથન કરવામાં આવ્યું છે. જેથી કરીને તમામ રાજ્યોમાં કોલસાની સપ્લાય યોગ્ય રીતે થઈ શકે અને વીજળી સંકટને રોકી શકાય.


લોડ શેડિંગના કારણે લોકો પરેશાનઃ
દેશમાં આ સમયે સામાન્ય લોકો પર બેવડી મુશ્કેલી છે. મોટાભાગના રાજ્યોમાં જ્યાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. સાથે જ વીજળીની અછતની સમસ્યા પણ સામે આવી છે. ઘણા રાજ્યોમાં લોડ શેડિંગના કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી રહી છે. આ સ્થિતિ માટે બે કારણો છે. એક તો પાવર હાઉસમાં કોલસાના જથ્થામાં થયેલો ઘટાડો અને બીજું, વધતી ગરમીને કારણે વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.


સરકારી ડેટા દર્શાવે છે કે, એપ્રિલમાં દિલ્હીમાં વીજળીની માંગ 42% વધી હતી, પંજાબ અને રાજસ્થાન જેવા ઉત્તરીય રાજ્યોમાં વીજળીની માંગ અનુક્રમે 36% અને 28% વધી છે. વધતા તાપમાનને કારણે સિક્કિમ જેવા નાના રાજ્યમાં પણ વીજળીનો વપરાશ 74.7% વધ્યો છે.


આ પણ વાંચોઃ


ભાગેડુ મેહુલ ચોક્સી પર CBIની મોટી કાર્યવાહી, નવા કેસમાં મુંબઈ અને કલકત્તાના આઠ સ્થળોએ દરોડા પાડ્યા