નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ આજે સવારે 11 વાગે જન સંવાદ વર્ચ્યૂઅલ રેલી રેલી દ્વારા પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓ અને લોકોને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા વર્ષની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે બીજેપી વર્ચ્યૂઅલ રેલીઓ આયોજિત કરી રહી છે.


અમિત શાહ આ રેલીમાં કોરોના વાયરસ અને ચક્રવાત એમ્ફાનના ડબલ સંકટથી નિપટવામાં સત્તારૂઢ ટીએમસીની નિષ્ફળતા પર જોર આપી શકે છે. પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ ગયા સોમવારે પોતાની પશ્ચિમ બંગાળ એકમનુ ગઠન કર્યુ હતુ.

પશ્ચિમ બંગાળ એકમમાં કેટલાય નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે, અને સીએએ અને એનઆરસી પર પાર્ટીના રૂખનો વિરોધ કરનારા નેતાજી સુભષ ચંદ્ર બોઝના સંબંધી ચંદ્રપ્રકાશ બોઝને હટાવી દેવામાં આવ્યા છે



ખાસ વાત છે કે, આ પહેલાની વર્ચ્યૂઅલ રેલીએ રેકોર્ડ બનાવ્યા હતો. મીડિયા સેલના સહપ્રમુખ સંજય મયુખ અનુસાર, ફેસબુક પર બિહાર જનસંવાદ વર્ચ્યૂઅલ રેલીને 14 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા, વળી યુટ્યૂબ પર આને 1.40 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા, ટ્વીટર પર આને 66 હજારથી વધુ વ્યૂઝ મળ્યા. ટ્વીટર પર #BiharJanSanvaad હેશટેગ કન્ટીન્યૂ ટ્રેન્ડ કરી રહ્યુ હતુ, અને હેશટેગની સાથે 40 હજારથી વધુ ટ્વીટ પણ કરવામાં આવ્યા.

નોંધનીય છે કે બે દિવસમાં અમિત શાહે પહેલા બિહાર અને પછી ઓડિશામાં વર્ચ્યૂઅલ રેલી યોજી હતી. સાત જૂને પહેલા અમિત શાહે બિહાર અને આઠમી જૂને ઓડિશાના કાર્યકર્તાઓને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધિત કર્યા હતા.