અમિત શાહે દાવો કર્યો છે કે શિવસેના ભાજપ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 45 બેઠકો પર જીત મેળવશે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસે કહ્યું, અમારી વચ્ચે મતભેદ પરંતુ વિચારધારા સમાન છે. દેવેંદ્ર ફડણવીસે કહ્યું, રાષ્ટ્રવાદ પર ભરોસો રાખનારા પક્ષોની જવાબદારી છે કે તેઓ એક થાય. તેમણે જણાવ્યું કે ભાજપ શિવસેના વચ્ચે ગઠબંધન નક્કી થયું છે, જેમાં શિવસેના 23 બેઠકો અને ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડશે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લોકસભા ચૂંટણીના થોડા મહિના બાદ હશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના બરાબર-બરાબર બેઠકો પર ચૂંટણી લડશે. દેવેંદ્ર ફડણવીસે કહ્યું, શિવેસેના ભાજપના સંબંધો 25 વર્ષોના છે. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક મતભેદોના કારણે બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. તેમણે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોને કેટલીક બેઠકો આપ્યા બાદ જે બેઠકો વધશે તેમાં ભાજપ કૉંગ્રેસ સમાન બેઠકો પર ચૂંટણી લડશે.