પુલવામાઃ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે 18 કલાકથી ચાલી રહેલી અથડામણ ખત્મ થઇ ગઇ છે. પુલવામામાં સુરક્ષાદળોના પાંચ જવાન શહીદ થયા હતા. હેપિંગલેના ગામમાં થયેલી આ અથડામણમાં સૈન્યના રાષ્ટ્રીય રાઇફલ્સ અને પેરા ફોર્સિસની ટીમે ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા જેમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોપ કમાન્ડર સામેલ હતા. સેનાના મેજર સહિત પાંચ જવાનો આ અથડામણમાં શહીદ થયા હતા. જ્યારે જમ્મુ કાશ્મીર પોલીસના ડીઆઇજી અમિત કુમાર, સૈન્યના બ્રિગ્રેડિયર અને લેફ્ટિનન્ટ કર્નલ સહિત અનેક સૈન્ય કર્મીઓ ઘાયલ થયા હતા. અથડામણ ખત્મ થયા બાદ સૈન્યએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે જેના કારણે અહી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હિંસક ઘટનાઓની શંકાને પગલે સીઆરપીએફની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.
પુલવામા હુમલો: SBIએ શહીદ જવાનોની લોન માફ કરી, રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈ પરિવારોને આપશે ઘર
અથડામણ દરમિયાન વિસ્તારમા સૈન્ય અને પોલીસની અનેક ટીમો સોમવાર બપોરથી તૈનાત કરવામાં આવ્યા હતા. બપોર બાદ આ ઓપરેશનમાં એસએસપી પુલવામા, ડીઆઇજી સાઉથ કાશ્મીર સહિત સીઆરપીએફ અને સૈન્યના અનેક અધિકારીઓ સામેલ થયા હતા. આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં ડીઆઇજી અમિત કુમારના પગમાં ગોળી વાગી હતી ત્યારબાદ પોલીસના અધિકારીઓએ તત્કાળ સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ તેમને ચોપર મારફતે સારવાર માટે દિલ્હી લઇ જવાયા હતા. સૈન્યના એક બ્રિગ્રેડિયરને પણ પેટમાં ગોળી વાગી હતી ત્યારબાદ તેમને શ્રીનગરના સૈન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. સૂત્રોના મતે પથ્થરમારાને ધ્યાનમાં રાખીને અહી સીઆરપીએફની ટીમો પણ સૈન્ય ઓપરેશન દરમિયાન તૈનાત કરાઇ હતી.
પુલવામા હુમલો: ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, જાણો વિગત