અમિત શાહે કહ્યું, કોંગ્રેસ પાર્ટી અફવાઓ ફેલાવી રહી છે કે આ કાયદો અલ્પસંખ્યકોની નાગરિક્તાને છીનવી લેશે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું, રાહુલ ગાંધીને ચેલેન્જ આપું છું કે આ કાયદામાં એક પણ જગ્યાએ કોઈની પણ નાગરિક્તા લેવાની જોગવાઈ હોય તો બતાવો.
અમિત શાહે રાહુલ ગાંધીને ચેલેન્જ આપતાં કહ્યું, એક્ટ વાંચીને જણાવે કે નાગરિકતા ઝુંટવવાની જોગવાઈ કયાં લખવામાં આવી છે. આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે ઈન્વેસ્ટર મીટમાં હિમાચલમાં 85,000 કરોડના એમઓયૂ સાઈન થયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો. અમિત શાહે હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની બે વર્ષની ઉપલબ્ધિઓ પણ વર્ણવી હતી.