Nagaland Assembly Election 2023, Amit Sha BJP Rally: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મૂન ટાઉનમાં ભાજપની રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 2024માં કોંગ્રેસ દૂરબીનથી જોશો તો યે શોધ્યે પણ નહીં જડે. તેમણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.


જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે, જ્યારથી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના નેતા બન્યા છે ત્યારથી કોંગ્રેસ પાર્ટીના નેતાનું સ્તર નીચે જઈ રહ્યું છે. વડાપ્રધાન માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની હું નિંદા કરું છું. આજે કોંગ્રેસ પ્રવક્તાએ મોદીજી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. રાહુલ ગાંધી પણ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. 2024માં કોંગ્રેસ પાર્ટી દૂરબીન વડે શોધવાથી પણ નહીં જડે. સમગ્ર દેશમાં કોંગ્રેસને ક્યાંય સફળતા મળી રહી નથી.


ઉલ્લેખનીય છે કે, આજે સોમવારે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કથિત રીતે અપમાન કરતા જોવા મળ્યા હતા. જેને લઈને અમિત શાહે કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું હતું.


'ADPP-BJP ગઠબંધન સરકાર બનાવશે'


રેલીની શરૂઆતમાં ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, આજે અમે પહેલીવાર આ નગરમાં આવ્યા છીએ. અમે આજે રાત્રે અહીં રોકાઈશું.” તેમણે કહ્યું હતું કે, જો નાગાલેન્ડમાં એનડીએની સરકાર બનશે, તો અમે તમારી બધી સમસ્યાઓ હલ કરીશું. ભારત સરકાર નાગાલેન્ડની સાથે છે. નાગાલેન્ડની સમસ્યાનો ઉકેલ દૂર નથી. મોદીજીએ આ ક્ષેત્રની 70 ટકા સમસ્યાઓનું સમાધાન ઘટાડી દીધું છે. નાગાલેન્ડનું વધુ સમાધાન તમારા સન્માન સાથે કરવામાં આવશે. મોદીજીના નેતૃત્વમાં અમારું મંત્રાલય નાગાલેન્ડ માટે સારી રીતે કામ કરી રહ્યું છે. નાગા સમુદાય મહિલાઓનું સન્માન કરે છે. 


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોદીજીએ ઉત્તર પૂર્વમાં શાંતિ સ્થપવાનું કામ કર્યું છે. અમારી સરકારે બોડો સમસ્યા હલ કરી, કારવી અનલોંગ સમસ્યાનું સમાધાન કર્યું. અમારો પ્રયાસ છે કે નાગાલેન્ડની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. નાગાલેન્ડની ચૂંટણી બાદ રાજ્યમાં ADPP-BJP ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે તેમ પણ અમિત શાહે કહ્યું હતું.