નવી દિલ્હી: બીજેપી અધ્યક્ષ અમિત શાહે એક વખત ફરી કોંગ્રેસ ઉપર શાબ્દિક હુમલો કર્યો છે. બીજેપી અધ્યક્ષે ટ્વિટ કરી કોંગ્રેસ ઉપર ભારતને ધાર્મિક આધાર પર જુદા પાડવાનો આરોપ લગાવ્યો હતો. શાહે એના પહેલા ટ્વિટમાં જનસંઘ સંસ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને પણ યાદ કર્યા હતા. તેમને વધુમાં કહ્યું હતું કે- કોંગ્રેસ નિષ્પક્ષ રીતે ઈતિહાસ લખી શક્યું હોત તો ઈતિહાસમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને વિસ્તૃત જગ્યા મળત.
બીજેપી અધ્યક્ષે પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, ‘કોઈ પણ દેશનું વિભાજન ધર્મના આધારે ન થવું જોઈએ, પરંતુ કોંગ્રેસે ધર્મના આધારે ભારતના બે ભાગલા કર્યા હોવાનું સ્વીકાર્યું હતું.’
અમિત શાહે નેહરૂ મેમોરિયલ સંસ્થાનમાં આયોજીત પ્રદર્શન ‘ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી- એક નિસ્વાર્થ દેશભક્ત’નું ઉદ્ધાટન બુધવારે કર્યું હતું. આ કાર્યક્રમની તસવીરો શેયર કરીને ટ્વિટ કરતાં લખ્યું હતું કે- ‘જો કોઈ પણ નિષ્પક્ષ અને તટસ્થ રૂપથી ભારતનો ઈતિહાસ લખે છે તો નિસંદેહ તેને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને એક વિસ્તૃત જગ્યા આપવી પડશે.’