નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આગામી સમયમાં અચ્છે દિન આવી શકે છે. કેબિનેટની બેઠકમાં સાતમા પગારપંચને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં કુલ મળીને 23.55 ટકાનો વધારો થશે.


શું છે ખાસ વાતો?

આ ભલામણ બાદ કેન્દ્ર સરકારમાં શરૂઆતનો બેઝિક પગાર 7000 રૂપિયાને બદલે 18 હજાર રૂપિયા થઇ જશે. પગારમાં વધારો આ વર્ષે જાન્યુઆરીમાં લાગૂ થઇ જશે.

કેટલો વધશે પગાર

હાલમાં કેન્દ્ર સરકારમાં બેઝિક સેલેરી 7000 રૂપિયા છે. જેમાં 125 ટકા મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ ઉમેરવામાં આવે તો આ રકમ 15750 રૂપિયા થઇ જશે. સમિતિની ભલામણો બાદ આ સેલેરી 18000 રૂપિયા થઇ જશે.