મુંબઇઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે મુંબઇના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. અમિત શાહની સાથે તેમના પત્ની પણ દર્શન માટે પહોંચ્યા હતા. તે સિવાય બાંદ્રામાં ગણપતિ મંડલમાં પણ ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતા.
અમિત શાહે ત્યારબાદ પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ અગાઉ મુંબઇ એરપોર્ટ પર મુંબઇ બીજેપીના ચીફ આશીષ શેલરે અમિત શાહનું સ્વાગત કર્યું હતું. મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું ખૂબ મહત્વ છે.