નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે. આ સાથે ડીએમકે નેતા કનિમોઝીએ પણ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. અમિત શાહ ગુજરાતના ગાંધીનગર સંસદીય બેઠક જીતીને લોકસભા પહોંચ્યા છે જ્યારે રવિશંકર પ્રસેદ બિહારના પટણા સાહિબથી કોગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાને હરાવ્યા છે. જ્યારે કનિમોઝી તમિલનાડુના થોતુકુડીથી 2019ની ચૂંટણી જીતીને લોકસભાના સાંસદ બન્યા છે.


54 વર્ષીય અમિત શાહ પ્રથમવાર 2019માં લોકસભાના સાંસદ  બન્યા છે. ઓગસ્ટ 2017માં તેમને રાજ્યસભામાં મોકલાયા હતા. અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાને 5.57 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. રવિશંકર પ્રસાદે પણ સિંન્હાને 2.84 લાખ મતથી હાર આપી હતી. 51 વર્ષીય કનિમોઝીએ સામાન્ય ચૂંટણીમાં પ્રથમવાર જીત મેળવી હતી. થોતુકુડી બેઠક પરથી ભાજપના ઉમેદવારને 3.47 લાખથી વધુના મતથી હાર આપી હતી.