2024 લોકસભા ચૂંટણી પહેલા બધા ઘૂસણખોરોને દેશની બહાર તગેડી મુકીશુ -અમિત શાહનો દાવો
abpasmita.in | 10 Oct 2019 11:11 AM (IST)
અમિત શાહે કહ્યું કે, 70 વર્ષમાં ઘૂસણખોરોએ દેશની સુરક્ષાને પડકારી છે, એનઆરસીના માધ્યમથી બીજેપી સરકાર બધા ઘૂસણખોરોને દેશની બહાર તગેડી મુકશે
કેથલઃ હરિયાણાના કેથલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે મોટી જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું કે મોદી સરકાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા બધા ઘૂસણખોરોને દેશની બહાર કરી દઇશું. રેલીમાં અમિત શાહે આસામ એનઆરસી, આર્ટિકલ 370 અને રાફેલ ડીલ પર મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. ઘૂસણખોરોના મુદ્દે બોલતા અમિત શાહે કહ્યું કે, જ્યારે અમે 2024માં તમારી પાસે મત માંગવા આવીશું, તે પહેલા હું તમને જણાવી દઉં કે ત્યારે અમે દેશમાંથી બધા ઘૂસણખોરોને બહાર તગેડી મુકી ચૂક્યા હોઇશું. અમિત શાહે કહ્યું કે, 70 વર્ષમાં ઘૂસણખોરોએ દેશની સુરક્ષાને પડકારી છે, એનઆરસીના માધ્યમથી બીજેપી સરકાર બધા ઘૂસણખોરોને દેશની બહાર તગેડી મુકશે, આ માટે અમે પ્રતિબદ્ધ છીએ.