નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના જીંદમાં એક રેલી સંબોધિત કરી હતી. આ સાથે તેમણે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી. આ રેલીમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, હરિયાણાના પ્રભારી મહાસચિવ અનિલ જૈન સહિત તમામ મંત્રી અને નેતા હાજર રહ્યા છે. અમિત શાહે કહ્યું કે, પાંચ વર્ષ અગાઉ આ મેદાન પર હું ચૌધરી બીરેન્દ્ર સિંહને બીજેપીનો સભ્ય બનાવવા આવ્યો હતો. આજે ચોથીવાર અહી આવ્યો છું. બીજેપી હરિયાણામાં બહુમત સાથે સરકાર બનાવશે જેનો મને વિશ્વાસ છે.

અમિત શાહે કહ્યું કે, હું વિધાનસભા ચૂંટણીમાં આવ્યો તમે બહુમતની સરકાર બનાવી દીધી. લોકસભા ચૂંટણીમાં આવ્યો અને હરિયાણાની જનતાએ 300ને પાર કરી દીધી છે. આ વખતે પણ જ્યારે ચૂંટણી થશે તો હરિયાણાની જનતા વડાપ્રધાન મોદીને આશીર્વાદ આપશે. મોદી સરકારે 75 દિવસમાં સરદાર પટેલના સપના પુરા કર્યા છે. 70 વર્ષ સુધી કોગ્રેસની સરકાર વોટબેન્કના લાલચમાં કરી શકી નથી. મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું છે.

અમિત શાહે કહ્યું હતું કે, કલમ 370 ઇતિહાસનો હિસ્સો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે યુદ્ધના સમય પર ત્રણેય સેનાઓ એક અંગ બનીને દુશ્મનને પાઠ ભણાવશે. આ મોદી સરકારે કર્યું છે. આર્મી, નેવી અને એરફોર્સ અલગ અલગ કામ કરે છે તો અલગ શક્તિ હોય છે. સીડીએસમાં એક અંગ બનીને કામ કરશે તો તેમની તાકાત વધશે. અમે ખેડૂતોને કામ કર્યું છે. મોદી સરકારે 75 દિવસમાં ખેડૂતો અને વ્યાપારીઓ માટે પેન્શનનું કામ કર્યુ. જળ મંત્રાલયની રચના કરી છે.

અમિત શાહે કહ્યું કે, જ્યારે કોગ્રેસની સરકાર હોત તો હરિયાણાને કેટલા રૂપિયા મળતા હતા. અમે હરિયાણામાં વિકાસના અનેક કામ કર્યા છે. મારી પાસે લાંબી યાદી છે. મોદી સરકાર અને ખટ્ટર સરકાર સતત અહી વિકાસના કામ કર્યા છે. કલમ 370ને હટાવવાનું જે કામ કર્યુ છે. અમિત શાહે ખટ્ટર સરકારના વખાણ કર્યા હતા અને કહ્યું કે ખટ્ટર સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ઇમાનદાર સરકાર છે.