નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનેને લઇને મોટો નિર્ણય લીધો છે, આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ રજૂ કર્યો. સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની અને જમ્મુ-કાશ્મીરના પુર્નગઠન માટે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી જમ્મુ-કાશ્મીર પર રાજકીય અને સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષાને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજ્યસભામાં અમિત શાહના નિવેદન પહેલા હંગામો શરૂ થઇ ગયો હતો, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરની સ્થિતિ અંગેને મુદ્દો ઉઠાવ્યો તેમને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે, એટલે ગૃહમંત્રીએ ઘાટીની સ્થિતિ પર સ્ટેટમેન્ટ આપવું જોઇએ.