નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી હલચલ વચ્ચે મોદી સરકારે આજે વડાપ્રધાન આવાસ પર કેબિનેટ પર બેઠક બોલાવી છે. સુત્રો તરફથી માહિતી છે કે કેબિનેટની આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની હાલની પરિસ્થિતિ પર ચર્ચા થઇ શકે છે. મોદી સરકારની કેબિનેટ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્તિતિ ખરાબ છે, દેશભરમાં જમ્મુ-કાશ્મીરને લઇને ચર્ચા છે.


જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને લઇને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે મોડી રાત્રે ડીજીપી અને ચીફ સેક્રેટરી સાથે બેઠક કરી હતી. રાજ્યપાલે સેક્રેટરી સાથે જમ્મુ-કાશ્મીરની દરેક કલાક પર પરિસ્થિતિ પર રિપોર્ટ માંગ્યો છે.



ઉલ્લેખનીય છે કે, રવિવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શાહ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબા પણ હાજર રહ્યાં હતા. સુત્રો તરફથી માહિતી છે કે, અમિત શાહે સુરક્ષા મામલે બેઠક કરી હતી.