આ પોસ્ટ ને કોઈકે શેર કરી હતી જેના પર મહિમા શાસ્ત્રીએ રીટ્વિટ કરીને ‘OMG’ લખી એક સ્માઈલી ઈમોજી બનાવી હતી. જો કે મહિમા શાસ્ત્રીનું ટ્વિટર હેન્ડલ વેરિફાઈડ નથી. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપેલા પરિચયમાં પોતાને લાલ બાહદુર શાસ્ત્રીની પૌત્રી ગણાવી છે. મહિમા શાસ્ત્રીની આ કોમેન્ટને લઈ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
એક યૂઝરે લખ્યું કે, 'લાલ બહાદુર શાસ્ત્રી પોતાની પૌત્રી મહિમા શાસ્ત્રી દ્વારા એક વૃદ્ધ વ્યક્તિના દુખનું મજાક ઉડાવતા જોઈને ગર્વ અનુભવતા હશે. ' અન્ય એક યુઝરે લખ્યું, આપ લાલબહાદુર શાસ્ત્રીની પૌત્રી છો. તમને શરમ આવવી જોઈએ.