Amit Shah Telangana Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આજે તેલંગાનાના પ્રવાસે છે, અમિત શાહ આજે હૈદરાબાદ નજીક આવેલ ચેવેલામાં એક મોટી જનસભાને સંબોધિત કરશે, પાર્ટીના સુત્રોએ જણાવ્યું કે શાહની મુલાકાત 'સંસદ પ્રવાસ યોજના' કાર્યક્રમનો એક ભાગ છે. આ દરમિયાન તે ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ' માટેની ટીમના કેટલાક સભ્યોને મળે એવી પુરેપુરી શક્યતા છે. પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ જીતવા બદલ અમિત શાહ ફિલ્મની ટીમનું પણ સન્માન કરી શકે છે.


આ મામલે ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, અમિત શાહ જ્યાં પણ જાય છે ત્યાં હંમેશા સેલિબ્રિટીઓને મળવાનો પ્રયાસ કરે છે, અને તેના ભાગરૂપે અમિત શાહ ગયા વર્ષે તેમની અગાઉની મુલાકાતો દરમિયાન અભિનેતા જુનિયર એનટીઆર અને નીતિનને મળ્યા હતા.


ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ તેલંગાણામાં વધુ મહેનત અને સમર્પણ સાથે કામ કરશે, જોકે, પડોશી રાજ્યમાં કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણીઓ પુરી થયા પછી તેના અભિયાનને આગળ વધારશે. શાસક BRS અને ભાજપ વચ્ચેની રાજકીય એકતરફી હાલના દિવસોમાં નવી ઉંચાઇઓ પર પહોંચી ગયુ છે. બંને પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ લગભગ રોજિંદી બાબત બની ગઈ છે.


બીજેપી તેલંગાણામાં BRSના ઓપ્શન તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને રાષ્ટ્રીય પક્ષ ભાજપને છેલ્લા ત્રણ વર્ષમાં કેટલીક વિધાનસભા પેટાચૂંટણીઓ અને ગ્રેટર હૈદરાબાદ મ્યૂનિસિપલ કોર્પૉરેશન (GHMC) ચુંટણીઓમાં પણ ઉચિત સફળતા મળી છે.