Amritpal Singh Arrested: પંજાબ પોલીસે (Punjab Police) છેવટે 36 દિવસ પછી વારિસ દે પંજાબના ચીફ અમૃતપાલ સિંહની (Amritpal Singh) ધરપકડ કરી લીધી છે. ખાલિસ્તાન સમર્થકને પોલીસે મોગાના ગુરુદ્વારામાંથી ધરપકડ કરી લીધી છે, અજનાલા કાંડની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા જ ગુરુવારે (21 એપ્રિલ) અમૃતસર એરપોર્ટ (Amritsar Airport) પર અટકાયત કરવામાં આવી હતી. 




અમૃતસરના તમામ સાથીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેના સાથીદારોની સતત પુછપરછ કરવામાં આવી રહી હતી. એવું માનવામાં આવે છે કે, પોલીસે તેની પત્ની પર દબાણ શરૂ કર્યા પછી જ તે પણ કસ્ટડીમાં આવ્યો. અમૃતપાલને ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવી શકે છે. જ્યારે તે ફરાર હતો ત્યારે તેને સોશ્યલ મીડિયાના માધ્યમથી તેને કેટલાય વીડિયો શેર પણ કર્યા હતા.


અમૃતપાલની ધરપકડ બાદ પંજાબ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, મોગમાંથી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે લોકોને શાંતિ અને સલામતી જાળવવા અપીલ કરી છે. લોકોને કોઈપણ ફેક ન્યૂઝ શેર ન કરવા પણ અપીલ કરી છે.
 
અમૃતપાલ 18 માર્ચથી હતો ફરાર - 
સૌથી પહેલા 18 માર્ચે પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેના કેટલાક સાથીઓની પણ ધરપકડ કરી લીધી હતી પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનો વેશ બદલીને પોલીસથી બચી રહ્યો હતો. તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA)ની અરજી કરવામાં આવી છે અને બિનજામીનપાત્ર વૉરંટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. 


 










Punjab: લંડન ભાગવાની ફિરાકમાં હતી ભાગેડુ અમૃતપાલની પત્ની, અમૃતસર એરપોર્ટ પરથી કરાઇ અટકાયત


Operation Amritpal: છેલ્લા કેટલાર દિવસોથી પંજાબમાં ભાગેડુ જાહેર થયેલા અને આખા દેશમાં વૉન્ટેડ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરને ગુરુવારે (20 એપ્રિલ) લંડન જતી વખતે અમૃતસર એરપોર્ટ પરથી પોલીસે અટકાયત કરી લીધી છે. 


સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કિરણદીપ કૌર અમૃતસર એરપોર્ટ પરથી બર્મિંઘમ ભાગવાની ફિરાકમાં હતી, આ સિલસિલામાં તે અમૃતસર એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ ગૃપ્ત માહિતીના આધારે એરપોર્ટ પર પહેલાથી જ હાજર રહેલી પોલીસે તેની અટકાયતમાં લઇ લીધી હતી, અને તેની પુછપરછ કરવાનું શરૂ કરી દીધુ હતુ. ઉલ્લેખનીય છે કે, કિરણદીપ કૌર પર ખાલિસ્તાની સમર્થકોને ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે.


આ આરોપો પર ધ્યાનમાં રાખતી કિરણદીપ કૌરને લઇને સુરક્ષા એજન્સીઓએ લૂક આઉટ સર્ક્યૂલર જાહેર કરી દીધુ છે, જે અનુસાર કિરણ પંજાબમાં જ રહેશે.


28 વર્ષની કિરણદીપ કૌર યુકેની નાગરિક છે અને તે પહેલેથી જ ખાલિસ્તાની સમર્થક છે. અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર માત્ર પંજાબ પોલીસ જ નહીં પરંતુ યુકે પોલીસના પણ રડારમાં હતી. અમૃતપાલ સાથે લગ્ન કરતા પહેલા જ તે અલગતાવાદી સંગઠન બબ્બર ખાલસાના સંપર્કમાં હતી અને તેના પતિ અમૃતપાલ સિંહની આગેવાની હેઠળના WPD માટે ભંડોળનું મેનેજમેન્ટ કરતી હતી. આ હરકતોને કારણે તે 2020માં યુકે પોલીસના રડારમાં આવી ગઈ હતી.