NRC રાજીવ ગાંધી લાવ્યા, કોંગ્રેસમાં લાગુ કરવાની હિંમત નહોતીઃ અમિત શાહ
abpasmita.in | 31 Jul 2018 01:13 PM (IST)
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે 9મો દિવસ છે. NRC મામલે રાજ્યસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, તમે બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવવા માંગો છો. ઘૂસણખોરોની ઓળખ કરવાની હિંમત આજ દિવસ સુધી કોઈ સરકારે નથી બતાવી. શાહે કહ્યું કે, 1985માં રાજીવ ગાંધીએ આસામ સમજૂતી કરી હતી. જેમાં એનઆરસી હતી. અમારામાં હિંમત હતી એટલે અમે તેનો અમલ કર્યો. કોંગ્રેસમાં એનઆરસી લાગુ કરવાની હિંમત નહોતી. આ ફેંસલો કોંગ્રેસનો જ હતો. રાજ્યસભામાં અમિત શાહના આ નિવેદન બાદ વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી.