Waris Punjab De Amritpal Singh: અમૃતપાલ સિંહ 'વારિસ પંજાબ દે'નો વડો છે. આ સંસ્થાની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુએ 2001માં કરી હતી. અમૃતપાલ સિંહનો જન્મ 1993માં પંજાબના અમૃતસરના ખેડા ગામમાં થયો હતો. અભિનેતા દીપ સિદ્ધુનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારબાદ અમૃતપાલ સિંહ આ સંસ્થાના સર્વેયર બન્યો હતો. અમૃતપાલ સિંહ ઘણીવાર અલગ-અલગ મંચ પરથી પોતાને શીખ સમુદાયના નેતા ગણાવતો આવ્યો છે. અમૃતપાલ સિંહે એઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે.



ખાલિસ્તાની સમર્થકને ગણાવે છે પોતાના ગુરુ

ઉલ્લેખનીય છે કે, અભિનેતા દીપ સિંધુનું નામ ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેના પર હિંસક પ્રદર્શનનો આરોપ લાગ્યો હતો. અમૃતપાલ સિંહ હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. વારિસ પંજાબ દેના સમર્થકોએ ભૂતકાળમાં તેના સમર્થકની ધરપકડ પર જે હિંસક વિરોધ કર્યો હતો તે કોઈનાથી છુપાયેલો નથી. તેમના સમર્થકોએ તલવારો અને લાકડીઓ સાથે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.

અમૃતપાલ સિંહ યુવાનોને પોતાની સાથે જોડવા માટે વિવિધ નિવેદનો આપી રહ્યો છે. તેણે વચન આપ્યું હતું કે, તે પંજાબના યુવાનોને ડ્રગ્સથી મુક્તિ અપાવશે. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક જરનૈલ સિંહ ભિંડરાવાલેને પોતાના ગુરુ ગણાવે છે. જરનૈલ સિંહ ભિંડરાવાલે ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યો ગયો હતો.

મુખ્યમંત્રીએ આકરી આપી પ્રતિક્રિયા

અમૃતપાલ સિંહે પોતાના નિવેદનોમાં ઘણી વખત ખાલિસ્તાનનો ઉલ્લેખ કર્યો છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તે ગમે તે કરે તેનું અંતિમ લક્ષ્ય ખાલિસ્તાન છે. તેણે કહ્યું હતું કે, ખાલિસ્તાન તેમનું ગંતવ્ય છે અને આ માર્ગમાં સંઘર્ષો પણ રહેલા છે. ઉલ્લેખની છે કે ભૂતકાળમાં અમૃતપાલ સિંહ પોતાના સાથીદાર લવપ્રીત સિંહ તુફાનને પોલીસ કસ્ટડીમાંથી બહાર કરાવવા માટે તંત્ર અને સરકારની સામે ખુલ્લેઆમ ઉભો થયો હતો. પંજાબમાં વારિસ પંજાબ દેના ચીફ દ્વારા ખાલિસ્તાનની માંગણી પર સીએમ ભગવંત માને આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, પંજાબમાં અસામાજિક તત્વો એક યા બીજી પ્રવૃત્તિ કરતા રહે છે. સાથે જ તેમણે કહ્યું કે, પંજાબમાં નફરતના બીજ ઉગી શકે નહીં.