India-Bangladesh Friendship: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (18 માર્ચ) ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓનલાઈન આયોજીત આ કાર્યક્રમમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ આ અવસર પર કહ્યું કે બંને દેશોના સંબંધોને લઈને એક નવો અધ્યાય શરૂ થયો છે. અમે સપ્ટેમ્બર 2018માં તેનો પાયો નાખ્યો હતો. મને ખુશી છે કે આજે પીએમ શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે.
પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે આ પાઈપલાઈન બાંગ્લાદેશના વિકાસને વધુ વેગ આપશે, અને બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવાનું એક ઉત્તમ ઉદાહરણ પણ હશે. તેમણે વધુમાં કહ્યું કે આના પરિણામે કોવિડ મહામારી દરમિયાન અમે રેલ નેટવર્ક દ્વારા બાંગ્લાદેશમાં ઓક્સિજન વગેરે મોકલી શક્યા. હું વડાપ્રધાન શેખ હસીના જીને તેમની આ દૂરંદેશી દ્રષ્ટિ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
પીએમ મોદીએ કહ્યું કે કેટલો શુભ સંયોગ છે કે આજે ઉદ્ઘાટન બંગબંધુ શેખ મુજીબુર્રહમાનની જન્મજયંતિના એક દિવસ પછી થઈ રહ્યું છે. બંગબંધુના 'શોનાર બાંગ્લા' વિઝનમાં સમગ્ર પ્રદેશના સુમેળભર્યા વિકાસ અને સમૃદ્ધિનો સમાવેશ થતો હતો. આ સંયુક્ત પ્રોજેક્ટ તેમના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે.
ભારત કેટલી વીજળી આપે છે?
પીએમ મોદીએ કહ્યું કે ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ પાવર સપ્લાય કરી રહ્યું છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પીએમ શેખ હસીનાની ભારત મુલાકાત દરમિયાન તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે અમે ટૂંક સમયમાં બીજુ યુનિટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.
SBI, HDFC બેન્ક, ICICI બેન્ક અને પીએનબી, જાણો કોણ આપી રહ્યું છે ટેક્સ સેવિંગ એફડી પર સૌથી વધુ વ્યાજ
Tax Saving Tips: જો તમે ટેક્સ સેવિંગ માટે લાસ્ટ મિનીટમાં રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યાં છો, અને સાથે જ વધુ વ્યાજ પણ મેળવવા માંગો છો, તો તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપૉઝિટમાં રોકાણ કરી શકો છો. આ એફડી તમને ટેક્સ સેવિંગની સાથે રિટર્નનો પણ લાભ આપશે. આ રીતે તમે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C અંતર્ગત છૂટનો દાવો પણ કરી શકો છો.
ફિક્સ્ડ ડિપૉઝિટ પર ટેક્સનો લાભ પાંચ વર્ષ માટે લૉક ઇન પીરિયડ પર આપવામાં આવે છે. આ અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સની બચત કરી શકો છો. હર નાણાંકીય વર્ષ દરમિયાન આમાં રોકાણ કરીને 1.5 લાખ રૂપિયા સુધી બચાવી શકાય છે. અહીં કેટલીક બેન્કો વિશે જાણકારી આપવામાં આવી છે, જે તમને સૌથી વધુ વ્યાજ આપશે.
ટેક્સ બચાવવા માટે ક્યાં સુધી રોકાણનો મોકો -
જો તમે આ નાણાંકીય વર્ષમાં ટેક્સની સેવિંગ માટે રોકાણની યોજના બનાવી રહ્યાં છો, તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવુ પડશે, કેમ કે 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થશે. આવામાં તમારે ટેક્સ બચાવવા માટે લાસ્ટ સમયનો ઇન્તજાર ના કરવો જોઇએ.