ચંદીગઢ: માનહાનિના કેસમાં સોમવારે અમૃતસરની સ્થાનિક કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે કેજરીવાલને 29 જુલાઈએ હાજર થવા કહ્યું છે.
અમૃતસરની સ્થાનિક અદાલતમાં કેજરીવાલ વિરુદ્ધ માનહાનિનો કેસ પંજાબ રેવેન્યૂ ઈંફૉર્મેશન અને પબ્લિક રિલેશન મંત્રી બિક્રમ સિંહ મજેઠીયાએ કર્યા છે. કેજરીવાલ સિવાય આમ આદમી પાર્ટીના નેતા આશિષ ખેતાન અને સંજય સિંહને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. સંજય સિંહ પર લુધિયાના કોર્ટમાં એક વધુ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે.
તેના પહેલા 9 જુલાઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પટિયાલા હાઉસ કોર્ટે માનહાનિના એક કેસમાં જામીન આપ્યા હતા. કેજરીવાલ પર બીજેપીના સાંસદ રમેશ બિઘુડી તરફથી ફરિયાદ નોંધવામાં આવી હતી. બિઘુડીએ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલે એક સમાચાર ચેનલને ઈંટરવ્યૂ આપતી વખતે તેમની માનહાનિ થઈ હતી.