મુંબઈ: ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદીવસ પર કાર્યકર્તાઓની સાથે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. નેતાઓ કાર્યકર્તાથી લઈને સામાન્ય લોકો પીએમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતી ફડણવીસે પીએમને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા વિવાદ થયો છે.


અમૃતા ફડણવીસે ટ્વિટર પર વડાપ્રધાનને જન્મદીવસની શુભેચ્છા પાઠવતા ઉત્સાહમાં તેમણે પીએમ મોદીને રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. અમૃતા ફડણવીસે ટ્વિટર પર લખ્યું, આપણા દેશના પિતા નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ, જેમણે સમાજના વિકાસ માટે અમને સતત કામ કરવાની પ્રેરણા આપી. અમૃતા ફડણવીસના આ ટ્વિટ બાદ ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા પર વિપક્ષી દળો અને ભાજપા વિરોધીઓએ અમૃતાને ખૂબ ટ્રોલ કરી અને તેને ચાપલુસીનું સૌથી મોટુ ઉદાહરણ કહ્યું છે.કેટલાંય લોકોએ કહ્યું કે મહાત્મા ગાંધીની જગ્યા પર નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપિતા જણાવવુ શરમજનક છે.