કૉંગ્રેસ નેતા ડીકે શિવકુમારને 1 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલાયા, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Sep 2019 08:49 PM (IST)
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડિકે શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં 14 દવિસની પોલીસ કસ્ટડી બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
નવી દિલ્હી: કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડિકે શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં 14 દવિસની પોલીસ કસ્ટડી બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ડિકે શિવકુમારને જેલમાં મોકલવાનો નિર્ણય કરતા પહેલા કોર્ટે તેમનાં સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવાનાં આદેશ આપ્યા છે. જો મેડિકલ રિપોર્ટમાં એવું જાણવા મળશે કે તેમની સ્થિતી જેલમાં મોકલવા લાયક નથી તો પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. મેડિકલ તપાસ માટે RML હોસ્પિટલમાં લઇ જવાયા છે. રૌઝ એવન્યુ કોર્ટમાં આવતીકાલે ડિકે શિવકુમારની જામીન અરજી પર સુનાવણી કરાશે. મંગળવારે રૌઝ એવન્યૂ કોર્ટમાં ઈડી દ્વારા ડિકે શિવકુમારને 14 દિવસની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ઇડીએ જણાંવ્યું કે 14 દિવસમાં શિવકુમારની તબિયત ખરાબ હોવાને કારણે તેમની બરોબર પુછપરછ થઇ શકી નથી. ઇડીનું કહેવું છે કે ડિકે શિવકુમારને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવે. તેમનાં આરોગ્ય સંબંધી તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમની ખરાબ તબિયતને કારણે અમે સારી રીતે પુછપરછ પણ કરી શક્યા નથી.