Aligarh Muslim University : કુતરાઓનો ત્રાસ દેશભરમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. ક્યાંક અકસ્માત તો ક્યાંક બચકા ભરી લેવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. પરંતુ લીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) કેમ્પસમાં તો એક ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી હતી. અહીં એક પાર્કમાં રખડતા કૂતરાઓના ટોળાએ ફરવા ગયેલા એક વૃદ્ધ તબિબ પર હુમલો કરી મારી નાખ્યા હતા.
એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી, જેમાં જોઈ શકાય છે કે કૂતરાઓના ટોળાએ માણસ પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ તે વ્યક્તિને પાર્કમાં ખેંચી ગયા હતાં. ત્યારબાદ વૃદ્ધ તબિબનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, સવારે લગભગ 7.30 વાગ્યે AMU કેમ્પસની નજીકના વિસ્તારમાં રહેતા સફદર અલી સર સૈયદ મ્યુઝિયમના બગીચામાં એકલા ફરતા હતા ત્યારે અચાનક કૂતરાઓના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન કૂતરાઓએ તેના પર ખરાબ હુમલો કર્યો અને તેને જમીન પર પછાડ્યા હતાં. અલીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ કૂતરાઓના ટોળાએ તેમને એ હદે ઘાયલ કરી દીધાં કે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસ અધિક્ષક (શહેર) કુલદીપ સિંહ ગુણવતે પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમ માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં પીડિતાનું મોત થઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. કૂતરાના હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તમામ પ્રયાસો છતાં યુનિવર્સિટીના કોઈ અધિકારીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી ન હતી.
Disturbing visual
A 65-year-old man on morning walk, was mauled to death by pack of stray dogs inside <a href="https://twitter.com/hashtag/Aligarh?src=hash&ref_src=twsrc%5Etfw"https://twitter.com/hashtag/Aligarh?src=hash&ref_src=twsrc%5Etfw" target="_blank" rel="nofollow noopener" data-saferedirecturl="https://www.google.com/url?q=https://twitter.com/hashtag/Aligarh?src%3Dhash%26amp;ref_src%3Dtwsrc%255Etfw&source=gmail&ust=1681751750622000&usg=AOvVaw1urMw2YLJYGo95HR2ir5Ra">https://twitter.com/hashtag/Aligarh?src=hash&ref_src=twsrc%5Etfw">#Aligarh Muslim University Campus. The victim was identified as Safadar Ali.<a href="https://twitter.com/hashtag/StrayDogMenace?src=hash&ref_src=twsrc%5Etfw"https://twitter.com/hashtag/StrayDogMenace?src=hash&ref_src=twsrc%5Etfw" target="_blank" rel="nofollow noopener" data-saferedirecturl="https://www.google.com/url?q=https://twitter.com/hashtag/StrayDogMenace?src%3Dhash%26amp;ref_src%3Dtwsrc%255Etfw&source=gmail&ust=1681751750622000&usg=AOvVaw3WrM-llgsLY_oNONnj_T8u">https://twitter.com/hashtag/StrayDogMenace?src=hash&ref_src=twsrc%5Etfw">#StrayDogMenace <a href="https://twitter.com/hashtag/AMU?src=hash&ref_src=twsrc%5Etfw"https://twitter.com/hashtag/AMU?src=hash&ref_src=twsrc%5Etfw" target="_blank" rel="nofollow noopener" data-saferedirecturl="https://www.google.com/url?q=https://twitter.com/hashtag/AMU?src%3Dhash%26amp;ref_src%3Dtwsrc%255Etfw&source=gmail&ust=1681751750622000&usg=AOvVaw2cGZOAazt87TtxobGTvx0Q">https://twitter.com/hashtag/AMU?src=hash&ref_src=twsrc%5Etfw">#AMU <a href="https://twitter.com/hashtag/DogAttack?src=hash&ref_src=twsrc%5Etfw"https://twitter.com/hashtag/DogAttack?src=hash&ref_src=twsrc%5Etfw" target="_blank" rel="nofollow noopener" data-saferedirecturl="https://www.google.com/url?q=https://twitter.com/hashtag/DogAttack?src%3Dhash%26amp;ref_src%3Dtwsrc%255Etfw&source=gmail&ust=1681751750622000&usg=AOvVaw03j2VMw-3XzhpsFElORISD">https://twitter.com/hashtag/DogAttack?src=hash&ref_src=twsrc%5Etfw">#DogAttack <a href="https://t.co/7sJHG5P88O"https://t.co/7sJHG5P88O" target="_blank" rel="nofollow noopener" data-saferedirecturl="https://www.google.com/url?q=https://t.co/7sJHG5P88O&source=gmail&ust=1681751750622000&usg=AOvVaw3o1V0cPreUJ1es6sSyDVlB">https://t.co/7sJHG5P88O">pic.twitter.com/7sJHG5P88O
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) <a href="https://twitter.com/Arv_Ind_Chauhan/status/1647520301515767808?ref_src=twsrc%5Etfw"https://twitter.com/Arv_Ind_Chauhan/status/1647520301515767808?ref_src=twsrc%5Etfw" target="_blank" rel="nofollow noopener" data-saferedirecturl="https://www.google.com/url?q=https://twitter.com/Arv_Ind_Chauhan/status/1647520301515767808?ref_src%3Dtwsrc%255Etfw&source=gmail&ust=1681751750622000&usg=AOvVaw11LiDYlhsXwoQhIvt9daQB">https://twitter.com/Arv_Ind_Chauhan/status/1647520301515767808?ref_src=twsrc%5Etfw">April 16, 2023
Crime: કુતરા માટે થઇ જોરદાર લડાઇ, તો ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાની માં ને મારી દીધી ગોળી, ફરાર
Delhi News: દેશની રાજધાનીના મધ્ય દિલ્હી વિસ્તારમાં કુતરાને લઇને એક મોટો વિવાદ સર્જાઇ ગયો છે. કુતરાની લડાઇમાં એક વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવી ગયો કે, તેને પોતાની પ્રેમિકાની માંને જ ગોળી મારી દીધી. આ ઘટના મધ્ય દિલ્હીના દેશ બંધુ ગુપ્તા રૉડ વિસ્તારની છે. ખરેખરમાં, કુતરાને લઇને થયેલા વિવાદ બાદ એક વ્યક્તિએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. તથાકથિત રીતે તેને આક્રોશમાં આવીને પ્રેમિકાની માં ને જ ગોળી મારી દીધી હતી. પીડિત મહિલાની સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. મહિલાની સ્થિતિ ખતરામાંથી બહાર છે અને તે સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, કપલ લિવ-ઈન રિલેશનશિપમાં હતું. આ ઘટના બાદ આરોપી ફરાર છે. દિલ્હી પોલીસ અત્યારે આ મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આ મામલામાં ફરાર આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને પોલીસ સ્ટેશન આરોપીને ધરપકડ કરવામાં લાગી છે. પીડિત મહિલા ખતરાની બહાર છે. હાલમાં તેની હૉસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.