નવી દિલ્લી: ભારતીય વાયુસેનાના એક વધુ મિગ 21 લડાકુ વિમાન રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ક્રેશ થઈ ગયું છે. ઘટનામાં પાયલોટ સુરક્ષિત બતાવવામાં આવી રહ્યો છે. આ ઘટના એ વખતે બની, જ્યારે વિમાન લેંડ કરવાની કોશિશ કરી રહ્યું હતું. બાડમેરના માલિયોની ઢાણીની આગળ મિગ ક્રેશ થયા પછી પોલીસ અને વાયુસેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

દુર્ઘટનાના કારણોની તપાસમાં વાયુસેનાની ટીમ લાગી ગઈ છે. પ્રારંભિક માહિતી પ્રમાણે, કોઈ માલહાનિના અહેવાલ મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાનું મિગ-21 લડાકુ વિમાનો ઘણા લાંબા સમયથી દુર્ઘટનાઓ થતી રહે છે. બે વર્ષ પહેલા સરકારે જાહેરાત પણ કરી હતી કે વર્ષ 2017 સુધી આ વિમાનોને હટાવી દેવામાં આવશે.

સરકારે કહ્યું હતું કે, તેમની જગ્યા એસયૂ-30 એમકેઆઈ અને સ્વદેશ નિર્મિત એલસીએ જેવા અત્યાધુનિક વિમાનોને સેનામાં સમાવેશ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 3 વર્ષમાં 22 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા છે. તેમાં 11 મિગ-21, 3 જગુઆર, 3 મિગ-29, 2 મિરાજ 2000 અને 1 મિગ-27 એમએલનો સમાવેશ થાય છે.

છેલ્લા ઘણાં વર્ષોમાં ભારતીય વાયુસેનાએ પોતાના બેડામાં 946 મિગ-21 વિમાનોનો સમાવેશ કર્યો છે, અને ગત 45 વર્ષોમાં 476 વિમાન વિભિન્ન દુર્ઘટનાઓમાં નષ્ટ થઈ ગયા છે. રક્ષા મંત્રાલયે પણ પોતાના રિપોર્ટમાં માન્યું હતું કે, તેમાંથી સૌથી વધુ ઘટનાઓ જૂની ટેકનિકના કારણે બની છે. અગાઉ ફેબ્રુઆરી 2013માં રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ચાંદના રેંજમાં એક લડાકુ વિમાન સુખોઈ-30 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.