આ ઘટના સવારે 3 કલાકની આસપાસ બની હતી. ઘટના વિશે માહિતી આપતા સબ ઈન્સ્પેક્ટર પેડડિયા નાયડુએ જણાવ્યું, બસ ચિત્તૂર જિલ્લાના મદનાપલ્લે ગામથી રાજસ્થાનના અજમેર તરફ જઈ રહી હતી. બસ સવારના 3 વાગ્યે મદારપુર ગામ પાસે પહોંચી ત્યારે ખોટી દિશામાં ગઈ હતી અને સામેની બાજુથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બસમાં 17 લોકો સવાર હતા. બસના ચાલક સહિત 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 4 ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને કુર્નૂલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.