વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાંથી હટ્યા બાદ પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે સંબંધમાં કડવાશ વધી ગઈ છે. કહેવાય છે કે, મેલાનિયા ટ્રમ્પ ફ્લોરિડા ગયા બાદ પોતાનો મોટાભાગનો સમય સ્પામાં વિતાવી રહી છે. આ જ કડવાશને કારણે મેલાનિયા અને ટ્રમ્પની વચ્ચે છૂટાછેડાની અટકળો પણ ચાલી રહી છે.


હાલમાં જ મેલાનિયાએ પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પરથી બધી જ પોસ્ટ ડિલીટ કરી દેતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને લઈને સવાલ ઉભા થયા છે. વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ મેલાનિયા ટ્રમ્પ છેલ્લે 20 જાન્યુઆરીએ જાહેરમાં દેખાયા હતા. ત્યારબાદથી જ તે રહસ્યમય રીતે ગાયબ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ગોલ્ફ રમીને સમય પસાર કરી રહ્યાં છે. સુપર બાઉલ પાર્ટીમાં પણ મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળી ન હતી. ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ટ્રમ્પને છૂટાછેડા આપી શકે છે. જોકે હજુ સુધી મેલાનિયાએ આ મામલે કંઈ કહ્યું નથી.

વ્હાઈટ હાઉસના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, મેલાનિયા અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં સાથે રહેતા હતા ત્યારે જ સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જોકે મેલાનિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છુટાછેડા લેવાની અટકળોને ફગાવી દીધી છે. પરંતુ સૂત્રોના મતે બંને વચ્ચે ઓલ ઈઝ વેલ નથી.

ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પની લવ સ્ટોરી વર્ષ 1998માં શરૂ થઈ. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ 52 વર્ષના હતા અને મેલાનિયા 28 વર્ષની હતી. તે સમયે ન્યૂયોર્કમાં ફેશન વીક ચાલી રહ્યું હતું. ત્યાર બાદ ટાઈમ્સ સ્ક્વેરના કિટકેટ ક્લબમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ટ્રમ્પ અને મેલાનિયા બન્ને સામેલ થયા હતા. ત્યાર બાદ બન્ને વચ્ચે સંબંધ વધતા ગયા અને વર્ષ 2004માં ટ્રમ્પે મેલાનિયાને 1.5 મિલિયન ડોલરની ડાયમંડ રિંગ પહેરાવીને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું. ત્યાર બાદ 22 જાન્યુઆરી 2005ના રોજ બન્નેએ લગ્ન કરી લીધા.

રાશિફળ 14 ફેબ્રુઆરીઃ આજે વેલેન્ટાઈન ડે પર શું કહે છે તમારી કિસ્મતના સિતારા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ