વિજયવાડાઃ આંધ્રા પ્રદેશના મુખ્યંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ 500 અને 1000 રૂપિયાના નોટબંધીને લીધે નોટની સમસ્યાને જોતા કેંદ્ર સરકાર પાસે 10,000 કરોડ રૂપિયાની રોકડમાં આપવા સહિત વિવિધ માંગોનું એક લીસ્ટ આપ્યું છે. તેમણે ઓનલાઇન ટ્રાંઝેક્શન અને પુરવઠા પર ઉપયોગ કર્તાઓને કિમતમાં છુટ આપવાની પણ માંગ કરી છે.
પત્રમાં ચંદ્રબાબુએ લખ્યુ છે કે,'આંધ્ર પ્રદેશ સાથે વિશેષ વર્તન કરી અને લોકોની જરૂરતને જોતા નાની નોટ આપવામાં આવે.' મુખ્યમંત્રીએ પૂર્વ શુક્રવારે આરબીઆઇ અધિકારી, બેંકકર્મિઓ, અને રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમિક્ષા કરી હતી.